Covid-19 Tips: કફ ,ખાસી અને શ્વાસ ની તકલીફ દૂર કરવાનો ઘરગથ્થુ ઉપાય

0
298

કોરોના ની બીજી લહેરે ભારત માં હાહાકાર મચાવ્યો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘર ની બહાર ના નીકળનાર વ્યક્તિ ને પણ શરદી ખાસી થય જાય છે. તો મુંજાવ છો શાને? ઘર માં જ છે આનો ઘરગથ્થુ ઉપાય. આનો ઉપયોગ કરી ને તમે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકો છો.

દરેક રસોડા માં મસાલિયા ના ડબ્બામાં હળદર તો હશે જ? હળદર આપણા શરીર માટે જડીબુટી સમાન છે. રોજે એકાદ ચમચી હળદર લેવાથી માનવ શરીર ઘણાં રોગો માંથી મુક્ત થાય છે. હળદર રસોઈ માં વપરાતો એક માત્ર મસાલો નથી પરંતુ સ્વાસ્થ્ય અને ત્વચા માટે આશીર્વાદ રૂપ છે. જેમ કે શરદી ઉધરસ અથવા પડવા-આથડવા થી થયેલી ઈજાઓ દૂર કરવા માટે હળદર નો ઉપયોગ થાય છે. માનવ શરીર ની ત્વચા પર નિખાર લાવવા હળદર નો ઉપયોગ થાય છે.આપે જોયું જ હશે કે લગ્ન પ્રસંગે હળદર નો ઉપયોગ કરી ને પીઠી ચોળવા માં આવે છે.

કફનું સમાધાન:

હાલ ની વિકટ પરિસ્થિતિમાં કફ ની સમસ્યા વાળા દર્દીઓ ની સંખ્યા માં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા સંજોગો માં તમારા રસોડા માં પડેલી હળદર તમારી સમસ્યા નું સમાધાન કરશે.
-હળદર ને આદુ અથવા સૂંઠ ના પાવડર માં મિક્સ કરી નવશેકું(ગરમ હુફળું) પાણી માં નાખી અને એનું સેવન કરો. તમે આ દરમિયાન તમારી જરૂરિયાત મુજબ મરી નો પાવડર, મધ, અને લીંબુ જેવી ઔષધિઓ પણ નાખી શકો છો.

ખાસીનું સમાધાન:

કોરોના કાળ માં મોટા ભાગ ના લોકો ને ખાસી ની સમસ્યા જોવા મળે છે, એમાં પણ જો કોરી ખાસી અથવા ઉધરસ હોય તો ગંભીરતા નોતરી શકે છે. અને આ એક કોરોના નું લક્ષણ છે. આવા સમયે આપના રસોડા માં રહેલી હળદર બની શકે છે આપણા માટે જડીબુટ્ટી સમાન.
૧.દિવસ દરમિયાન રોજે ૪ થી ૫ વાર મીઠું અને હળદર ભેગુ કરી એના ચૂર્ણ નું સેવન કરો.
૨.રોજે હળદર અને મીઠાં વળી નવશેકું( હુંફાળું) પાણી પીવો
૩.રાતે સૂતી વખતે હળદર અને મીઠા ની એક ચપટી મોઢા માં મૂકી ને સુઈ જાવ, જરૂર હોય તો સુઠ પાવડર ઉમેરી શકાય છે.
ઉપર ના નુસખા ખાસી માટે કારગર સાબિત થયા છે.

શ્વાસના રોગ નું સમાધાન:

કોરોના નું એક આગવું લક્ષણ છે શ્વાસ લેવા માં તકલીફ અને ફેફસાં માં કફ જમવો. આનો પણ દેશી અને ઘરગથ્થુ ઉપાય આપણા રસોડામાં જ છે.
– હળદર ને દૂધ સાથે ભેળવો અને એનું નિયમિત સેવન કરો.
ઉપર દર્શાવેલા ઉપાય ના ખુબ સારા એવા પરિણામો મળવાપાત્ર છે.

 

કઈ વ્યક્તિ આં ઉપાયો પોતાના શરીર પર અજમાવી ના શકે?
ગર્ભવતી મહિલા અને જે વ્યક્તિ ને ગેસ જેવી તકલીફ હોય તે આનો ઉપયોગ કરી શકે નહિ.

જેમ આપણે જોયું તેમ, કોરોના ના મુખ્ય લક્ષણો ખાસી, કફ અને શ્વાસ ની તકલીફ છે. અને જો આવા લક્ષણો શરીરમાં દેખાય તો ડરવાની જરૂર નથી. આપણા ઘર માં પડેલી જડીબુટ્ટી એટલે કે હળદર કઈ રીતે ક્યાં રોગ માં ઉપયોગી છે અને તેને કેમ વાપરવી તેની માહિતી ઉપર મુજબ છે.

કોરોના ની કપરી પરિસ્થિતિ માં કોરોના થી બચવાના આવા ઘરગથ્થું ઉપાયો મિત્રો અને સ્વજનો ને સોશિયલ મીડિયા ઉપર શેર કરો.