50+ Unique Two Line Sad Guajari Love Shayri – My Favorite Mistake

0
1983
gujarati-sad-love-shayri-for-boys

The Best and unique collection for Gujarati sad love Shayari for a broken heart and one side love.

તારા બે ચહેરા જોયા પછી આ એકલતા જ પસંદ છે મને,
જે પોતાનો માની કહ્યા’તા કદી… એ શબ્દોનો રંજ છે મને..

સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે ..

જરૂરી નથી ઉજાશ થાય ફક્ત જયારે વીજળી ચમકારા મારે,
મેં તો અજવાળું કાયમ જોયું, જયારે આંખ એ ની પલકારા મારે.

બધુ જ સારું હોય છે જ્યાં સુધી તમારો સિતારો ઝળહળે છે,
એક વાર પનોતી બેસે પછી આખું આકાશ માથા પર પડે છે.

મારી મનાવવાની કળા ઍટલી પસંદ છે તેમને,
વગર કારણે જ ઘણી વાર રિસાઈ જાય છે તે.

મગજના દૂધમાં એમની યાદોનું મેળવણ પડી ગયું…… ને સાલું……..આખે આખા મગજ નું દહીં થઇ ગયું……..!!!!!!

નાં માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે…

ડુબાડે કે ઉગારે એ હવે છે સપુર્ણપણે તારા હાથમાં,
મને તરતા ના આવડેને જો.. તું દરિયા ઉતારે આંખમાં…

અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર, હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર..

કાચ હતો ને તુટ્યો છું મિત્રો, મને પત્થર થી કોઈ ફરિયાદ નથી.
પણ દિલ માં છે દુઃખ બસ થોડું એ વાતનુ કે ઘા કરી ગયું મારા પર એ કોઈ અજાણ્યા હાથ નથી.

આખી રાત જાગી ને થાકેલું અંધારું,
સવારે ઘસઘસાટ ઉંઘી જાય છે, તડકો ઓઢી ને.

મૃત્યુથી બચવાની એક તરકીબ છે,

બીજાના હૃદયમાં જીવતા રહો”

હું મજામાં હોઉં છું, મુજમાં મજા હોતી નથી;
દોસ્ત! એનાથી વધુ મોટી સજા હોતી નથી.

કેટલું થાકી જવાતું હોય છે, પણ શું કરું?
ઈચ્છાની ઓફિસમાં રવિવારે રજા હોતી નથી.

તું ન હો ત્યારેય લોકો આવે છે ને જાય છે;
તે છતાં શી વાત છે કે આવ-જા હોતી નથી.

ઉફ્ફ્ફ કિનારે કિનારે તરવાની વાત હતી
ને આ તો તારી આંખો માં ડૂબી જવાયું !!!

બોર કેવા હોય છે, શબરીને પૂછો રામને પૂછો તો એ મીઠા જ કહેશે.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

જાણું છું શ્વાસની દગાબાજી, છે ભરોસો- હવા ઉપર કોને?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ, થાવું છે અમર કોને?

વહાલી દીકરી તને રમાડવાની તક મળી,
ત્યારથી સ્વર્ગ પામવાની મારી ગરજ ટળી…

Shayri For Whatsapp and Instagram Status

મારા જ એકાંતમા હું એવો મસ્ત છુ..
ને લોકો સમજે છે હું કેટલો વ્યસ્ત છું.

જીવન રંગીન થઈ ગયું તારા થકી,
હવે રંગોળી પુરવાનું ગમતું નથી.

તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…!

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું
કે મારા આવા પરાજયમાં તારી જિત નથી…

પ્રેમનું અતર છાંટયાને વર્ષો વિતી ગયા
પણ હજુ
સુંગધ તારી, મારા શ્વાસોમાં સચવાઇ છે..!

થોડું થોડું નહીં પણ ખાસ્સુ પી ગયો છું,
ખોબો ભરીભરીને હું આંસુ પી ગયો છું.

તને હું મેળવી લઉં, કાં મને પણ ખોઈ નાખું હું, લગાવીને જીવનનો દાવ, તારી વાટ જોઉં છું.

તું હવે બસ, એટલી સમજાય છે,
તું નથી તો રાત આ લંબાય છે…..!!!

રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!

કયાંક ખુશી છે…કયાંક વ્યથા છે ,,, અહી તો ચહેરે ચહેરે એક કથા છે…..

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી..
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.

ક્યારેક કાગળ કોરો છોડી દેવો પણ જરૂરી છે, લખેલા શબ્દોમાં ઓળખાઈ જાય છે માણસ…

બસ એ જ હકીકત છે જીંદગી ની..
કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો…!!!!

ભાવ એક જ પ્રણય ના, ભાગ્ય છે કેવળ જુદા.. કોઇ રાધા થઇ ગયા તો કોઇ મીરાં થઇ ગયા..! તારા અહી હોવાનો આભાસ થયો મને . આજ નો આ અનુભવ ખાસ થયો મને..!!

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે…

નથી ખોટો સિક્કો એ પુરવાર કરવા,
ઘણી વાર મારે ખખડવું પડ્યું છે.

99% મને ખાત્રી હતી કે તૂ મારી નહીં થાય,
પણ પેલા 1% એ મને કોઈ નો ના થવા દિઘો…

કસમ ખુદાના જ્યારે મારા ગળે તુ લાગે..
મજાલ શું આ ઉનાળા ની કે મને લૂ લાગે…

કૂદરત પણ કમાલ છે સરીર માં જ્યારે ચોટ લાગેછે તો લોહી
વહેં છે .પણ દિલ માં ચોટ લાગેછે તો પાણી….

કરતો હશે ઇશ્વર પણ આ જ ફરિયાદ… કે મતલબ નીકળી ગયા પછી ફરી – યાદ કરનારા નથી મળતા..

અનુભવના પુસ્તકો લઇને રોજ શોધુ છુ જવાબ ને જિંદગી રોજ પુછે છે..સવાલો સીલેબસ બહાર ના….

“કહી દો એ માણસ ને જે તણખાથી પણ ધ્રૂજે છે…
કે અમે આંખના આંસુથી સળગતી રાતોને
ઠારી છે….

તું મને પૂછે જ્યારે કે કેટલું ચાહે મને ? ત્યારે હું કહું, મને પ્રેમ કરતા આવડે, માપતા નહિ.

“બસ તારા જેેાવા મા” ફેર” હતાે..
“બાકી હું તારા થી કયા દુર હતાે..? ??

પોતાને બધા “ઓળખે” એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ “ઓળખી જાય” એ માણસ ને પોસાતું નથી .

પ્રેમ એટલે…
આપણને ગમતુ પાત્ર જ્યારે વાત કરતું હોય ત્યારે ;
એને સાંભળવાને બદલે એની આંખોમાં જોયા કરવું…!!

એકાંત ને ઓગાળી તેમાં વ્યસ્ત રહુ છું, માણસ છું-મુરજાઉ છું તોયે મસ્ત રહુ છું..

કોઈના દુર જવાથી કોઈનો જીવ નથી જતો,,, માત્ર લાગણીઓ આત્મહત્યા કરતી રહે છે જિંદગીભર..!!

બે જણ એક બીજાને ગમે તે લાગણી,
બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ..

તારા ઘરના દરવાજા આજે પણ બંધ હતાં,
શું મને પણ મિલનમાં ગ્રહણ નડતો હશે?

મે તને નફરત એટ્લા માટે કરી…
જો ના કરી હોત તો મને તારી જોડે પ્રેમ થઇ જાત.

શાયરીઓ નો આજે દુકાળ છે…
લાગે છે લાગણીઓની પણ આજે હડતાળ છે…

મારી આંખોમાં મૌનનુ આકાશ મલકે છે…..
કોરી હથેળીએથી હજી તારુ નામ છલકે છે…..

બઘાયે સ્વાથૅમાં એક જ હિસાબ લાગે છે ,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે…..

એક આંખમાં સન્નાટો ને, એક આંખમાં તુ..!
ઝરમર ઝરમર વર્ષા વચ્ચે, અનુભવુ છુ લૂ…!

તારા વગર જીવન ને સારું કેમ કહું
તું રહે છે આ દિલમાં આને મારું કેમ કહું….!!!….

” વિશ્વાસ ” શબ્દને પણ અફસોસ થતો હશે ,
ન જાણે દિવસમાં એ કેટલી વાર મરતો હશે !!

જીદ કરે એ લોકો કદાચ જીતતા હશે,
બાકી પ્રેમ કરે એ લોકો તો હમેશા હારે જ છે…!!

ભલેને ગામમાં ચારે તરફ ગારો કરી ગયો,
મને આ વરસાદ આજે દિલથી તમારો કરી ગયો.

તમે સાડી પહેરો ત્યારે સતત વાત એક દિલમાં ખટકે છે,
નશીબદાર તો પાલવ છે જે વારે ઘડીયે તમને અડકે છે
.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

હું ક્યા કહું છું કે આપ આંગણ સુધી આવો,
હું આંખ મીંચું ને ફક્ત પાંપણ સુધી આવો….

સાચવું છું વરસાદ ના દરેક ટીપા મારી કવિતાઓ માં,
કેમ કે,
મને ખબર છે તને ગમે છે ભીંજાવું ધોધમાર વરસાદ મા.

યાદ વાછટ બની પલાળે છે,
પછી તું ધોધમાર આવે છે .

સપના અપલોડ તો તરત થઈ જાય છે..
પણ ડાઉનલોડ કરવા માં જિંદગી નીકળી જાય છે…

શબ્દ નહિ ,સંકેત નહિ ,તે પૂછવું કઈ રીત થી ?
આંસુ જે કદી આવ્યું જ નહિ તે લુછવું કઈ રીત થી ?

હસ્ત રેખાઓ માં તું ના મળે એવું પણ બને !
પાંપણ તળે તો તું જ મળે એવું પણ બને !

કોઇએ પુછયુ બંસરી ને કે તુ કેમ કૃષ્ણને વાલી છે. ત્યારે બંસરીએ કહયુ કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું.

તમારા જેવા મિત્રો મારી મુડી છે..,
આના થી વધારે કઇ વાત રુડી છે…!!!

લાગણીની એટલી લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે….

તમારા ગુલાબી હોઠોથી ચુમાયાં હશે,
એટલે જ એ ગુલાબ કહેવાયાં હશે !

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો.

અંદરથી ઝખમ કેટલા ઉંડા છે એની તો ખબર નથી,
પણ હજુએ સણકા ઉઠે છે જો તારું નામ લઇ અડે કોઈ…

તુ અભણ છે એજ સારુ છે દોસ્ત….
અહીં કોઈનુ મન વાંચવા જેવુ નથી…!!!!

જિંદગી તો એ જ રહેવાની છે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોઈ મિલાવે બરફ ને કોઈ મિલાવે પાણી… અમે જીંદગી મોઢે માંડી નીટે નીટ માણી…

ડોર પર નોક કરીને હવે શું કામ ખોટી ફોર્માલીટી કરે છે
તું રહેવા આવ્યો હૃદયમાં તો ક્યાં પૂછ્યું હતું મને?….

તરસ છે એટલે તો જિન્દગી સરસ છે,
બાકી તો આંગળી ના વેઢે ગણાય એટલા જ વરસ છે….

મુઠીભર હૈયું ને ખોબાભર પેટ,
મુદા તો બે જ પણ કેટકેટલી વેઠ!!

મને સમજાવનાર કેટલાંય મળ્યાં છે,
મને સમજી શકનાર બહુ ઓછાં મળ્યાં છે.

ચહેરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ, અને યાદ આવે ને ચહેરો દેખાય તે સંબંધ…

જ્યારે સમય સારો હોય ત્યારે તમારી ભુલ ને પણ હસી કાઢવામાં આવે છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે તમારા હાસ્ય માંથી પણ ભુલ કાઢવામાં આવે છે…!

છે આ શરીર ની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે,
પછી તસ્વીર ને લાગણી ની કોઈ અસર નથી હોતી…

તું એમ ન સમજીશ કે હું રોઈ લઇશ, એ…જીંદગી!! હું તને પણ જોઈ લઇશ….

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

હવે નથી કરવો ઉજાગરો, ઊંઘ વેચી ને,
સપના કરવાં છે ઉજાગર, ઊંઘ ખેંચી ને..!!

તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું ?
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું.?

આ મારું મૌન જોઇ ને ભૂલો ના દોસ્તો,
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.

જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે,
જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે..

એમણે કરેલા ઘાવમાં આટલી બધી મીઠાશ કેમ છે??
લાગે છે પ્રહાર કરતા પહેલા એણે તીર ને ચુમ્યુ હશે..

તમામ રીતે,આંખને વ્હાલું ,આ તારાપણા નું આવરણ,
તું ન આવે તો થાય ઉજાગરો,ને આવે તો થતું જાગરણ..!!

એક તારા નામ નો નિબંધ જે હું મન મૂકી ને લખું છું,
બાકી દરેક સવાલ ના જવાબ હું ક્યાં આપું છું…

તારી છાયાનો ફકત અંધકાર લઇ ને શું કરું ?
પારકો જે થઇ ગયો છે એ પ્યાર લઇ ને શું કરું.?

Gujrati Love Shayri Collection Specially for Boys

લીન થઇ ગયો હતો જેમનાં પ્રેમમાં હું,
લાગે છે એ જ વ્યક્તિ હવે મારાથી બેખબર થઇ ગઇ છે….

જેનાં માટે મેં છોડ્યો આ શ્વાસ,
તે જ આવીને પૂછે છે કોની છે આ લાશ..??

હતી જે વાતો સાચી એ પુરવાર ન કરી શક્યો,
તમારી જેમ તમને છેતરી ન શક્યો..!!

છે આ શરીર ની હાજરી ત્યાં સુધી તું લાગણી વરસાવી દે,
પછી તસ્વીર ને લાગણી ની કોઈ અસર નથી હોતી…

કબૂલ છે વિદાય ભલે મને તું આપી દે,
બસ એક જિંદગી નીકળી જાય એટલી યાદ તું આપી દે…

ભલે ખાલી ગ્લાસ છુ તો પણ ખૂશ છું,
કોક ની તરસ છુપાવી ને તો ખાલી થયો છું..!

હું ક્યાં કહું છુ કે તારું દિલ આપ,
તારું નહિ તો મારું તો પાછું આપ.

ચલ માની લીધું કે તુ મને યાદ નથી કરતી પણ,
તું સાબિત કરી બતાવ કે તને મારી યાદ નથી આવતી.

પ્રેમ ની લાંબી વ્યાખ્યા ન કર,
બસ ‘હું’ અને ‘તું’ એટલું જ કાફી છે..!

પ્રેમ ની કલમ હાથ માં લીધી ને ઝીંદગી નો કાગળ સરકી ગયો,
ખોટી જગ્યા એ પ્રેમ થયો ને, એક શાયર વધી ગયો…

હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે,
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.

સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો,
કે પળભરના ભરોસા પર અહી આખો જમાનો છે.

રોજ જીવે છે અને રોજ મરે છે.
આ ઇચ્છાઓ પણ કમાલ કરે છે.

બધાયે સ્વાર્થ માં એક જ હિસાબ લાગે છે…… ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે…..

તારી જ યાદ ને આદત પડી ગઇ છેં મારી પાસે આવવાની ,,
નહિતર મને તો ક્યાં આદત હતી તને રોજ યાદ કરવાની ,,

જો લોકો તમારી સાથે બદલાઈ રહ્યા છે એવું લાગે તો ચોક્કસ સમજી લેજો કે તેનો અથવા તમારો સમય બદલાઈ રહ્યો છે .

તારા વગર આમતો કોઈ કમી નથી,
તારા વગર બસ જીંદગી ગમી નથી……

જો શક્ય હો તો આંખ નિ સામે આવતું,
શાને કરે છે આંખમાંથિ આવજાવ તુ…!!!

ઉદાસીઓ બધી એની ગલીમાં હું મૂકી આવ્યો,
મને લાગ્યું કે પાવન ધામમાં દિલથી ઝૂકી આવ્યો.

રાત્રે કંઇક લખવાના ફક્ત બે જ કારણો
મારો સ્વભાવ અને તારો અભાવ..!!

શોધી શક્યા સગડ એના કુવાના કાંઠા સુધી,
કદાચ તરસને તળિયા સાથે પ્રેમ પાક્કો હતો..!!

કોઈ સદમો લાગે તે જરૂરી તો નથી હંમેશા ,
કારણ વગર પણ ક્યારેક રડવાનું મન થાય છે..!!

હું તો મારા મન ની વાતો કરી સભા માથી પાછો ફર્યો,
પણ સાંભળ્યું કે સભા માં તો છવાયેલો છે સન્નાટો હજી !!

નિત્ય રહેવાનું વિચાર્યું છે હૃદયમાં મારા,
દર્દને પૂછવું પડશે કે જગા કેવી છે?

એક છે જુનું દરદ, બેચાર છે જુના ઝખમ,
બસ હવે એથી વધારે દીલજીગરમાં કાઈ નથી.

ક્યાં સુધી ઇચ્છા લઇ જવી એ પણ કહો તમે,
ક્યાં જઇને એ ભૂલી જવી, એ પણ કહો તમે..!!

જીતનો મોહ નથી, હારનો ડર નથી,
હકીકત શું છે! હકીકતમાં ખબર નથી!

હું છું અને ફક્ત તું છે, પછી
કશું નથી તોય શું છે!!

એમણે કહ્યુ કે હ્રદય મા મને રાખો,
મે કહ્યુ કે લ્યો હ્રદય જ તમે રાખો…

દરેક દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.

સંબંધો તો સ્વર્ગ માં રચાય છે…
પૃથ્વી પર તો ફક્ત ‘સરનામાં’ શોધાય છે !!

તને મેળવવા માટે ખુદ ને ખોવા નું યાદ છે!
હજીય મને એ તને પહેલી વખત જોયાનું યાદ છે!

હું તને ચાંદ પર લઇ જવા ધારું,
ને ચાંદ ઉપર બીજો ચાંદ ઉતારું!

સબંધ ત્યારે જ સચવાતા હોઈ છે, જ્યારે એક વ્યક્તિ ગુસ્સામાં હોઈ, અને બીજી વ્યક્તિ મજાક સમજીને જતુ કરી દે.

અઘરી રચના પ્રેમ ની ક્યાં કોઈને સમજાણી છે…..????
ઝેર મીરા પીએ તોયે રાધા દિલ ની રાણી છે….!!!!

પ્રેમ પત્ર અને ડિવોર્સ પેપરમાં સહી એકસરખી જ હોય છે. ઘણી વખત તો પેન પણ એ જ હોય છે, માત્ર આંગળીઓનું કંપન અને દિલની ધડકન થોડીક બદલાયેલી હોય છે.

તમારા અભિપ્રાયો તમારી સમજણ અને તમારા સ્વભાવને વ્યક્ત કરી દેતા હોય છે.

એવું પેહલી વાર બન્યું,ભૂલી ગયો નામ હું મારું !
જ્યારે એમને પ્રેમથી પુછ્યું: શું છે નામ તમારું ??

શું રોજ જુએ છે ?ધુધરી તારા પાયલ ની, ક્યારેક તો જોઈ લે હાલત તારા ધાયલ ની..!!

વાંચી શકાય તો વાંચી લે, આંખોમાં ઉભરાતી લાગણી.
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે ઈઝહાર કરી કરી..

મારા જ એકાંત મા હું મસ્ત હોઉ છું,
ને લોકો સમજે હું વ્યસ્ત હોઉ છુ.

આંખ નાં ખૂણે હજી ભેજ છે,
આ શાયરી ઓ લખવા નું કારણ એ જ છે!

જિંદગી એ બહુ મસ્ત વસ્તુ શીખવાડી દીધી છે હમણાં હમણાં.. જિંદગી માં સુખી થવાની રીત : હસવું,હસાવવું અને હસી કાઢવું.

ચલ માની લીધું કે તુ મને યાદ નથી કરતી પણ તું સાબિત કરી બતાવ કે તને મારી યાદ નથી આવતી.

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે….

બસ એક તમે જ મારા ન થયા.. નહિ તો આ દુનિયા માં ન થવાનું ઘણું થાય છે….

રહી ન તું એ, રહ્યો ના હું એ, ન એ દિવસો, રહ્યો ન ક્યાંય હવે કોઈ સંગ હોળીમાં…..

નકકી આજે ભગવાન પણ ષડયંત્રના મિજાજ મા છે… જોઉં છુ હુ આકાશ મા અને ચેહરો મને ત્યાં પણ તારો દેખાય છે….

જયારે ખબર હોય કે જે નથી જ મળવાનુ, છતા , તેને
ચાહો તો તે તમારો” સાચો પ્રેમ”.

સ્મિત હોઠોમાં લઇ સદા ફરતો રહું છું,
આ જ રીતે દોસ્તીનો કર ભરતો રહું છું..

મારી આંખોમાં મૌનનું આકાશ મલકે છે… કોરી હથેળીએથી હજી તારું નામ છલકે છે.

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.

ખુલે છે એક બારી ને ઝુકે છે ડાળખીનું મન
ગલીના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન.

તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…

hey guys thanks you for reading all my shayris i hope you liked these all shayri and we have also a very good collection of gujarati and hindi attitude shayri which you can also put on your instagram and whats app status and you will definatly share this to your friens and girl friend. these collection are specially created for sad shayri.

Special Thanks To https://crthakrar.com/