Hand Made Potato Rice Soap For Glowing Skin

0
306

1).બટેકા ને ખમણવા

સૌ પ્રથમ તમારે બટાકા ને ખમણીને રસ કાઢવાનો રહેશે,બટાટા એ કુદરતી ઘટક છે જે તમારી ત્વચા ને લીસી અને કોમળ બનાવે છે,જેનાથી તમારી ત્વચાને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી. બટાકાનો રસ કાઢ્યા બાદ તેને 2 મિનિટ સુધી મૂકી રાખશું જેને કારણે તેમાં રહેલા મહત્વના ઘટક નીચે બેસી જશે.આ ઘટક એ મુખ્ય ભૂમિકા ભજવે છે.ત્યાર બાદ ઉપર રહેલા પાણી ને અન્ય પાત્ર માં ભરી દેશું અને મુખ્ય ઘટક ને બાજુમાં રાખીશું.

2). ડવ સાબુ ને ખમણવો

ત્યાર બાદ આપડે ડવ સાબુ લઈશું અથવા તો તમે કોઈ પણ સાબુ લઈ શકો છો.સાબુ લીધા બાદ આ સાબુ ને ખમણીને એક વાટકામાં લઈશું. ખમણેલા સાબુમાં પાણી નાખીશું અને સાબુ અને પાણીને મિક્સ કરીશું.

3). ગ્રીન ટી ઓઇલ / કોકોનેટ ઓઇલ મિક્સ કરવું

ત્યાર બાદ તેમાં ગ્રીન ટી ઓઇલ મિક્સ કરીશું.જો તમારી પાસે ગ્રીન ટી ઓઇલ ન હોય તો તમે કોકોનેટ ઓઇલ નો ઉપયોગ પણ કરી શકો છો.ત્યાર બાદ બટાકાનો કાઢેલ રસ માંથી જે મહત્વના ઘટકો હતા તેમને અહીંયા મિક્સ કરીશું,જે તમારી ત્વચાને કોમળ અને લીસી બનાવે છે,સાથે સાથે તમારી ત્વચા પર રહેલા ખીલ અને કાળા ડાઘા ને પણ દૂર કરે છે.

4). ચોખાનો લોટ મિક્સ કરવો

ત્યાર બાદ તેમાં ચોખાનો લોટ મિક્સ કરીશું.જે તમારી ત્વચાને સુંદર બનાવે છે.ચોખા અને બટાકા તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે,જેની કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.બધું મિક્સ કર્યા બાદ સારી રીતે ચમસી દ્વારા મિક્સ કરેલ ઘટકોને હલાવિશું.

5). ફ્રીજ માં મુકીશું

ત્યારબાદ કોઈ પ્લાસ્ટીક ડબ્બામાં આ મિક્સ કરેલા ઘટક ને ભરીશું.પ્લાસ્ટીક ના ડબ્બામાં ભર્યા બાદ આ ડબ્બાને ફ્રીજ માં મુકીશું.થોડા સમય બાદ ફ્રિજ માંથી કાઢીશું,એટલે તમારો બટાકા અને ચોખાનો સાબુ તૈયાર થશે.

6). ચહેરા પર આ સાબુ લગાવશું

ત્યાર બાદ આ સાબુ દ્વારા 2 થી 3 મિનિટ તમારા મોઢા પર આ સાબુ લગાવવાનો રહેશે,ત્યાર બાદ તમે ચહેરાની ત્વચા જોઈ શકો છો,જેમાં તમને ખૂબ જ સારો તફાવત જોવા મળશે અને તમારી ત્વચા ખૂબ કોમળ અને લીસી થશે.આ સાબુનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી